એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં ભારત ફાઇનલમાં

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં ભારત ફાઇનલમાં

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં ભારત ફાઇનલમાં

Blog Article

ચીનમાં રમાઈ રહેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી સ્પર્ધામાં ભારતે સોમવારે (16 સપ્ટેમ્બર) સાઉથ કોરીઆને 4-1થી હરાવી ફાઈનલમાં પહોંચ્યું હતું. ડીફેન્ડીંગ ચેમ્પિયન ભારતનો આ છઠ્ઠી વખતનો ફાઈનલ પ્રવેશ છે. આ અગાઉ, શનિવારે ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું.

ભારત માટે કેપ્ટન હરમનપ્રીતે બે તથા ઉત્તમ સિંહ અને જરમનપ્રીતે 1-1 ગોલ કર્યો હતો. દક્ષિણ કોરિયા માટે યંગ જી હુને ટીમનો એકમાત્ર ગોલ કર્યો હતો. ફિલ્ડ ગોલ માટે જરમનપ્રીતને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ભારતનો આ સ્પર્ધામાં આ સતત છઠ્ઠો વિજય છે.

ભારત મંગળવારે ફાયનલમાં યજમાન ચીન સામે રમશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યાથી રમાશે. ચીને સોમવારે પ્રથમ સેમિફાયનલની પેનલ્ટી શૂટ-આઉટમાં પાકિસ્તાનને 2-0થી હરાવ્યું હતું.

પાકિસ્તાન સામે 2-1થી વિજયઃ મેચના પ્રથમ ક્વાર્ટરમાં પાકિસ્તાનના અહેમદ નદીમે 7મી મિનિટે ગોલ કર્યો હતો, તો એ પછી 13મી મિનિટે હરમનપ્રીતે પેનાલ્ટી કોર્નરને ગોલમાં કન્વર્ટ કર્યો હતો. તો બીજા ક્વાર્ટરમાં પણ હરમનપ્રીતે બીજો ગોલ કરી ભારતને લીડ અપાવી હતી. એકંદરે, ભારતનો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં પાકિસ્તાન સામે આ આઠમો વિજય છે. આ વર્ષની સ્પર્ધામાં પાકિસ્તાન ફક્ત બે મેચમાં વિજેતા રહી હતી.  13 વર્ષ પહેલા 2011માં આ સ્પર્ધાની શરૂઆત થઈ ત્યારથી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત ચાર વખત અને પાકિસ્તાન ત્રણ વખત ચેમ્પિયન રહ્યા છે. 2021માં દક્ષિણ કોરીઆએ ખિતાબ જીત્યો હતો.

Report this page